
ભીલડી દૈરાસર નજીક બ્રિજ પરથી ટ્રેલર નીચે પલટાયું. મળતી માહિતી મુજબ મંગળવારના બપોરના સમયે રાજસ્થાનના ઉદયપુરથી ટાયર ભરીને આવી રહેલ અને મુન્દ્રા તરફ જઈ રહેલ ટ્રેલર ચાલકે રોંગ સાઈડમાં આવી રહેલ સકડાને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બ્રિજ પર લાગેલ સ્ટેટ લાઈટ ઈલેક્ટ્રીક પુલ તેમજ પાઈપ રિલિંગ તેમજ દીવાલ તોડી ટ્રેલર નીચે પલટાયું હતું જોકે ડ્રાઈવરને ગરદનના ભાગે ઈજાઓ થતાં ભીલડી 108 દ્વારા ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે ડીસા હોસ્પિટલ ખાતે ડ્રાઇવરને રિફર કરવામાં આવ્યો હતો પરંતુ ઘટનાસ્થળે ભીલડી પોલીસ અને મુડેઠા નેશનલ હાઇવે ટોલ પ્લાઝા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હટાવ્યું હતું અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને ટ્રેલરને ભારે નુકશાન થયું હતું
ભરત ઠાકોર ભીલડી








