DAHOD CITY / TALUKOGUJARAT

સંજેલી તાલુકામાં આવેલ કન્યા વિદ્યાલય ખાતે ૨૮ એપ્રિલના રોજ એકલવ્ય પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી

તા.૩૦.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી કન્યા વિદ્યાલયમાં એકલવ્ય પ્રવેશ પરીક્ષા યોજાઈ

સંજેલી તાલુકામાં મથકે આવેલ કન્યા વિદ્યાલય ખાતે ૨૮ એપ્રિલના રોજ એકલવ્ય પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમાં સંજેલી તાલુકામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકલવ્ય પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થતા ટેલેન્ટ પુલ વાઉચર યોજના હેઠળ ચાલતી સ્કૂલ માં પ્રવેશ, એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલમાં ધોરણ -૬ માં એડમીશન આપવમાં આવે છે. આદિજાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. માટે આ પરીક્ષા બહુ મહત્વની બનતી હોય છે. આ પ્રવેશ પરીક્ષામાં ૮૩૭ પરીક્ષાર્થીઓ માંથી ૭૬૮ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષા આપી હતી. સીસી ટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક અને જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ ૧૮ વર્ષના એકલવ્ય – નવોદય અભ્યાસક્રમમાં તજજ્ઞ શિક્ષક દિલીપકુમાર એચ મકવાણાએ જણાવ્યું હતું કે આ વર્ષનું એકલવ્યનું પેપર એકદમ સરળ અને અભ્યાસક્રમ પ્રમાણે હોવાથી જે બાળકોએ તૈયારી કરી છે તેમને સફળતા ચોક્કસ મળશે એવું જણાવ્યું હતું. આમ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ખુશ જણાતા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button