GUJARATNANDODNARMADA

છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદમાં ૨૨ દિવ્યાંગો અને બાવન વયસ્કોએ ઘરબેઠા મતદાન કર્યું

છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદમાં ૨૨ દિવ્યાંગો અને બાવન વયસ્કોએ ઘરબેઠા મતદાન કર્યું

 

નાંદોદ પ્રાંતમાં કાર્યરત ૦૯ પોલિંગ ટીમો ઘરે ઘરે જઈ દિવ્યાંગો અને વયસ્કોને મતદાન કરાવે છે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોકશાહીના પર્વમાં દિવ્યાંગ-વૃદ્ધ મતદારો પણ પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા ઉમદા આશય સાથે ચૂંટણીપંચ દ્વારા “No Voters left behind”ની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ૨૨-છોટાઉદેપુર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદાતાઓ માટે આજે સોમવારના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી જ મતદાન કર્યું હતું.

ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને 85 વર્ષ કરતા વધુ વયના નાગરિકોને ઘરબેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી છે. વખતો વખતની ચૂંટણીમાં કમિશનના ધ્યાને આવ્યું હતું કે, આવા અશક્ત અને વયસ્ક મતદારો તેમની શારીરિક અસક્ષમતાના કારણે મતદાન પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે. તેના પગલે હવે આ શ્રેણીના મતદારો માટે જરૂરી પ્રક્રિયા અનુસરી ઘરબેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. જેથી આવા મતદારોને બુથ ઉપર જઈ મતદાન કરવાની અગવડતામાંથી મુક્તિ મળી છે.

નર્મદા જિલ્લામાં મદદનીશ ચૂંટણી અધિકારી કક્ષાએથી આ માટે ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ સુરક્ષા સાથે આ ટીમ નોંધાયેલા મતદારોના ઘરે પહોંચી જાય છે. બાદમાં મતકુટિર ઊભી કરી ગુપ્તતા જળવાય તે રીતે મતદાન કરાવવામાં આવે છે.

નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં આજે સોમવારે કુલ ૦૯ પોલિંગ ટીમો કાર્યરત હતી. જેમાં ૨૨ દિવ્યાંગો અને ૫૨(બાવન) જેટલા ૮૫ વર્ષથી વધુ વયના મતદારોએ ઘરબેઠા મતદાન કર્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button