કામધેનુ ગૌશાળા શ્રી વારાહી શક્તિપીઠ, પોગલું ગામમાં નિશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

પ્રાંતિજ તાલુકાના પોગલુ ખાતે આવેલ વારાહી શક્તિપીઠ માનિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,સા.કા.હિંમતનગર ના માર્ગદર્શન હેઠળ મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા શ્રી વારાહી શક્તિપીઠ, પોગલું ગામમાં નિશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહામંડલેશ્વર શ્રી સુનીલદાસ જી મહારાજ તથા ગામના આગેવાન શ્રી શામળભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ પટેલ, ડો. એન?. કે .ડેરીયા, રવિન્દ્રભાઈ પટેલ, અનુજ પટેલ, દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને પ્રજાજનોમાં ખુલ્લો મુકવામાં આવ્યો…
આયુર્વેદ લાભાર્થી – ૧૫૪હોમીયોપેથી લાભાર્થી – ૩૨ આરોગ્ય જન જાગૃતિ લાભાર્થી -૨૦૦ ચાર્ટ પ્રદર્શન લાભાર્થી – ૨૦૦ આંગણ વાડી |માર્ગદર્શન – ૨૧ સેવા આપનાર વૈદ્ય હેમલ સુથાર મેડિકલ ઓફિસર સોનાસન, ડો. અંકિતા મહીડા મેડિકલ ઓફિસર પ્રાંતિજ, ડો. નીતિ જાદવ મે. ઓ. કરોલ, ડો. કિરીટ પટેલ મે. ઓ. બોભા, સેવક સ્ટાફ
રિપોર્ટર : પ્રતિક ભોઈ