પાંચ દિવસીય સ્વસ્તિક મસ્તીવાલા સમર કેમ્પ નો થયો કરાયો મંગલ શુભારંભ
પાલનપુરની વિવિધ શાળાના ૧૦૧૧ જેટલા બાળકો થયા છે સહભાગી

24 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાંચ દિવસીય સ્વસ્તિક મસ્તીવાલા સમર કેમ્પ નો થયો કરાયો મંગલ શુભારંભ કર્યો જેમાં બાળકો માં રહેલ સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાના ભાગ રૂપે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા મસ્તીવાલા સમર કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ પાંચ દિવસીય સમર કેમ્પ નો આજરોજ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા નાં વરદ હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાણીતા શિક્ષણ વિદ તેજસભાઇ શાહ, યૂ ક્લીન નાં ફાઉન્ડર હરીશભાઈ ઐયર, સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, અમદાવાદ નાં ઉપપ્રમુખ ગોવિંદભાઈ તતોસણિયા સહિત સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, તમામ વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા.આજથીજ થી પાંચ દિવસ સુધી યોજાનાર આ સમર કેમ્પ માં પાલનપુરની વિવિધ શાળાઓના ૧૦૧૧ જેટલા બાળકો સહભાગી થયા છે. આ સમર કેમ્પ માં ડાન્સ, મ્યુઝીક સહિત વિવિધ પ્રકારના ગેમ ઝોન માં બાળકો ખૂબ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળ ના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફના સહયોગ થી કરવામાં આવ્યું હતું.