દાંતા ના પુંજપુર ગામે કોંગ્રેસ નાં ગેનીબેન ઠાકોર નો ભાજપા પર પ્રહાર, ભણતર નુ ખાનગી કરણ કર્યું .. કહ્યુ..મારે નૌકાબેન નાં સર્ટીફીકેટ ની જરૂર નથી લોકસભા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો ગામડાઓ ભારે ઝડપભેર ખૂંદી રહ્યા છે બનાસકાંઠા સીટ માટે લોકસભા ના ઉમેદવાર બળબળતા તાપમાં પણ દાંતા તાલુકા માં લોકસંપર્ક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજે દાંતા ના પુંજપુર ગામે મહત્તમ કહી શકાય તેવી લઘુમતી સમાજ ના લોકો સાથે બેઠક યોજી હતી ને જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને ત્રણ ત્રણ વખત ચૂંટ્યા છે તેથી પણ વધુ લીડ થી પોતાને જીતાડવા આહવાન કર્યું હતું દાંતા ખાતે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોર ને લઘુમતી સમાજે ફુલહારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા આ સભા માં ગેનીબેને ખાસ કરીને ભણતર ઉપર ભાર મુક્ત ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા ને શિક્ષણ નું મહત્તમ ખાનગી કરણ કરાઈ દેવાના આક્ષેપ કર્યા હતા સાથે ભાજપ ના પ્રદેશ મંત્રી નૌકાબેને ભાભર ની એક સભા માં કોંગ્રેસ ગેનીબેન ને મમતા બેનર્જી સાથે સરખાવ્યા હતા તેને લઇ ગેની બેને પુંજપુર ખાતે નૌકાબેન ઉપર વળતો પ્રહાર કર્યો હતો તેમને જણાવ્યું હતું કે આ વિસ્તાર માં વિવિધ ગામો માં મહિલા ઉપર યૌન શોષણ ની ઘટના બની તે બાબતે શું કામગીરી કરી તે બાબત મીડિયા સામે કેહવાની જરૂર હતી ને ગેનીબેન ને નૌકાબેન ના કોઈ સર્ટિફિકેટ ની જરૂર નથી તેમ જણાવ્યું હતું.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.