લીમખેડા તાલુકાના એક ગામમાં પીડિતાની વહારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન લીમખેડા મદદે

તા.૨૨.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના એક ગામમાં પીડિતાની વહારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન લીમખેડા મદદે
લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓના કાકાનો દીકરો પાડોશી ગામની છોકરીને લઈને ભાગી ગયેલ છે જેથી તે છોકરીના ઘરના સભ્યો દ્વારા ઘરે આવીને હેરાનગતિ કરે છે તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉસેલિંગ દ્વારા જણાવેલ કે તેઓ વારંવાર ઘરે આવીને પીડિત મહિલાને તેમની માતાને અને ભાભીને અપશબ્દ બોલી તેમને લઈ જવાની અને મારવાની ધમકીઓ આપે છે ઘરની તમામ વસ્તુઓને નુકશાન પહોચાડેલ છે પરંતુ 181 અભયમ ટીમ પહોંચતાં જ તેઓ ભાગી ગયેલ હોય જેથી પીડિત મહિલાને ન્યાય મળી રહે તે માટે પોલીસ સ્ટેશન વિશે માહિતી આપેલ જેથી તેઓ લીગલ કાર્યવાહી કરવા માગતા હોય અને પીડિત મહિલાને ન્યાય મળી રહે તે માટે તેઓની મરજીથી લીમખેડા પોલિશ સ્ટેશન અરજી અપાવેલ છે









