
તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ ધરાશાયી થયો હતો આથી સામાકાંઠાની મેલડી માતાના મંદિર પાસેથી ડાયવર્ઝન અપાયું છે પરંતુ આ ડાયવર્ઝનના લીધે વાહન ચાલકો પરેશાન છે ત્યારે બસ સહિતના વાહનોની અવર જવર બંધ થતા હજારો લોકોને વસ્તડીમાં આવવા જવા માટે અભિમન્યુનો કોઠો ભેદવા સમાન મુશ્કેલી પડી રહી છે વઢવાણ અને ચુડા તાલુકાને જોડતો પુલ ધરાશાયી થયો છે આથી 100 ગામોના હજારો લોકોને પારાવાર પરેશાની થઇ રહી છે સરકારી તંત્રે ભોગાવા નદીમાં ડાયવર્ઝન આપ્યું છે જેમાં સામા કાંઠાના મેલડી માતાના મંદિર પાછળથી વૈકલ્પિક રસ્તો જાય છે આ ડાયવર્ઝન કાચુ પાકુ બનાવી તેના પર કાંકરી પાથરી દેતા નાના મોટા અકસ્માતો થાય તેમ છે આ ડાયવર્ઝન અંગે વસ્તડી ગામના ગ્રામજનો વેદના વ્યક્ત કરી રહ્યા છે આ અંગે નરેન્દ્રસિંહ, છગનભાઇ, રવજીભાઇ વગેરેએ જણાવ્યુ કે ડાયવર્ઝનના કામમાં લોલમલોલ થયું છે અનેક જગ્યાએ કપચીઓ ઉડવાથી વાહન ચાલકોને હાલાકી થાય છે અનેક વાહનો ડાયવર્ઝનમાં ફસાતા જોવા મળે છે જ્યારે સુરેન્દ્રનગર, વઢવાણ અને ચુડા વચ્ચે દોડતી ખાનગી બસો બંધ થઇ છે આથી ગ્રામજનોને જિલ્લા અને તાલુકા મથકે જવું મુશ્કેલીરૂપ છે તેથી આ નદી પર પુલની કાર્યવાહી ઝડપથી થાય તેવી માંગ છે.






