લીંબડી તાલુકામાં ઓછું મતદાન ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં શેરી મિટિંગ થકી અપાઈ રહ્યો છે અચૂક મતદાન સંદેશ
હું અવશ્ય મતદાન કરીશ અને કરાવીશનાં સંકલ્પ સાથે મહિલા મતદારોને લેવડાવવામાં આવી રહ્યા છે 'મતદાન શપથ

તા.15/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હું અવશ્ય મતદાન કરીશ અને કરાવીશનાં સંકલ્પ સાથે મહિલા મતદારોને લેવડાવવામાં આવી રહ્યા છે ‘મતદાન શપથ’

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તા.૦૭ મે નાં રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે ઝાલાવાડવાસીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટનાં દિશા નિર્દેશ મુજબ ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાર સાક્ષરતા માટે ‘સ્વીપ’ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અન્વયે ૬૧ – લીંબડી વિધાનસભા મતવિસ્તારનાં મતદાતાઓ આ ચૂંટણી પર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈ લોકતંત્રને સબળ બનાવે તે હેતુસર ૫૦% કરતા ઓછું મતદાન તેમજ પુરુષ અને સ્ત્રી મતદારના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શેરી મિટિંગ યોજી ‘અચૂક મતદાન સંદેશ’ પાઠવવામાં આવી રહ્યો છે જેમાં ધાંધલપુર ગામે સાયલા મામલતદાર દક્ષાબેન બાસુપયાની ઉપસ્થિતિમાં મહિલા મતદારોને લોકશાહીમાં મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તથા મતદાનના દિવસે સપરિવાર મતદાન મથકે જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તદુપરાંત ચોરાવીરા (થાન) અને સોરીંભડા ગામે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. ડી. પાંચાણીની ઉપસ્થિતિમાં મહિલા મતદારોમાં મતદાનનું પ્રમાણ વધે તે માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્ટાફ સાથે સચોટ કામગીરી કરવા મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ઝાલાવાડની મહિલાઓને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા તથા અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવા સૂચવ્યું હતું તેમજ પરિજનો સાથે હું અવશ્ય મતદાન કરીશ અને કરાવીશનો સંકલ્પ લેવડાવી શપથ ગ્રહણ કરાવવા સૂચિત કર્યું હતું.









