
આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવા માટે ડેડીયાપાડા વિધાનસભામાં પ્રચાર કર્યો

તાહિર મેમણ : ડેડીયાપાડા – 14-04-2024- કોર્ટના આદેશ અનુસાર ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી. માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં જનસંવાદના કાર્યક્રમો કર્યા હતા. આજે ડેડીયાપાડા વિસ્તારમાં ઈસુદાનભાઈ ગઢવીને લોકો તરફથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો હતો. ડેડીયાપાડાના લોકો ચૈતરભાઇ વસાવાના જબરદસ્ત સમર્થનમાં છે. આ પ્રચાર અભિયાન દરમિયાન ઈસુદાનભાઈ ગઢવીએ
એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી, તેમ છતાં પણ ભરૂચના લોકોમાં ચૈતરભાઇ વસાવા માટે ખૂબ જ ઉત્સાહ છે અને લોકોનું જબરદસ્ત સમર્થન પણ છે.
જે રીતે ભાજપ સરકારે ખોટા કેસમાં ચૈતરભાઇ વસાવા અને તેમના ધર્મ પત્નીને જેલમાં ધકેલી દીધા હતા અને આજે તે કેસના કારણે ચૈતરભાઇ વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી,









