BANASKANTHADHANERA

ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન પર ટેકાના ભાવે રાયડો વેચાણ કરવા આવેલા ખેડૂતોના માલ ભરેલા ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી હતી.

 

Oplus_131072
    Oplus_131072

વાત્સલ્ય સમાચાર ધાનેરા                                         પ્રતિનિધિ કાળાભાઈ ચૌધરી                                                   ધાનેરા તાલુકાના વિવિધ ગામડાઓમાંથી સરકાર દ્વારા ખરીદવામાં આવતા ટેકાના ભાવે રાયડો વેચવા માટે આવતા સંઘના ગોડાઉન આગળ અંદાજીત ૩૦૦ થી વધુ ટ્રેક્ટરોની લગભગ ૧ કિલોમીટર સુધી લાંબી  લાઈન લાગી હતી જોકે રાજ્યના ગુજકોમાસોલ દ્વારા ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટાઓ લગાવી રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે                                    ‌                        પરંતુ સંઘને પૂરતી માત્રામાં રાયડો ભરવાના બારદાન ના મળવાથી ખરીદીમાં વિલંબ થાય છે .આ વખતે ખુલ્લા માર્કેટમાં રાયડાના ભાવ નથી મળી રહ્યા અને સામે ટેકાના ભાવમાં ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.

 

જેથી ખેડૂતો ટેકાના ભાવે રાયડો વેચવા માટે આતુર છે.અને તેથી જ ધાનેરા તાલુકામાં ૧૦૪૦૦ થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેથી હવે રોડ પર ખેડૂતોના માલ ભરેલા ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી રહી છે.                                                 આ બાબતે માસુગ ભાઈ એ  જણાવેલ કે રોજની 300 ટ્રેક્ટર ની ખરીદી થશે જેથી સમય મર્યાદામાં માલની ખરીદી કરી શકાય તમામ ખેડૂતોનો માલ લઈ શકાય.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button