BANASKANTHADEESA
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં ભીલડી 22 ઝોન ઠાકોર સેનાના હોદ્દેદારોની બેઠક મળી.

ડીસા તાલુકાના ભીલડી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં સંગઠનને મજબુત બનાવીને સમાજમાં શિક્ષણના કાર્યને આગળ વધારવા માટે તથા નવીન શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ માટે ચોપડા બનાવીને રાહત દરે વિતરણ કરવા માટેના આયોજનની મહત્વની ચર્ચાઓ કરીને નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓની જાહેરાત રૂપી સહયોગ અને સામાજીક આગેવાનોનો સહકાર લઈને શૈક્ષણિક કામ ને આગળ વધારવાનું આયોજન કરવામાં આવ્યું…
આ પ્રસંગે ભીલડી 22 ઝોન ઠાકોર સેના પ્રમુખ કાર્યકર્તાઓ અને તમામ ગામ સમિતીના પ્રમુખો,મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા ભીલડી શહેરના ઠાકોર સમાજ ના વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા..
ભરત ઠાકોર ભીલડી
[wptube id="1252022"]