માનવતા મહેકી ઉઠી : ડીસા તાલુકાના સોતમલા ગામે સાપ ઘાયલ થતાં જીવદયા પ્રેમીઓએ રેસ્કયુ કર્યું
સાપ ને રખડતા શ્વાનોએ બચકા ભરી ધાયલ કરી દિધો હતો

જીવદયા પ્રેમીઓને જાણ થતા તાત્કાલિક સાપને પકડી એનિમલ હોસ્પિટલમાં સારવાર કરાવી
ડીસા તાલુકાના સોતમલા માં આવેલા શંકર ભગવાનના મંદિર પાસે ગતરોજ વન્ય જીવ ગણાતો સાપ ઘાયલ અવસ્થામાં જોવા મળતા ગામના જીવદયા પ્રેમીઓ વિશાલભાઈ બારોટ મહેશભાઈ નાઈ અને કુલપતિ ભાઈ બારોટ દોડી આવી ઘાયલ સાપ નું રેસ્કયુ કરી પશુ દવાખાનામાં સારવાર કરાવી હતી
સોતમલા ગામે જીવદયા પ્રેમીઓએ જીવના જોખમે એક વન્ય પ્રજાતિના સાપને પકડી તેનો જીવ બચાવ્યો છે, આ ઝેરી સાપ સોતમલા ગામે શંકર ભગવાનના મંદિર પાસેથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. ગામમાં રખડતા શ્ર્વાનો એ ઝેરી સાપને બચકા ભરતાં ગંભીર ઈજાઓ કરી હતી, જેની જાણ સોતમલા ગામના જીવદયા પ્રેમીઓ વિશાલભાઈ બારોટ મહેશભાઈ નાઈ અને કુલપતિ ભાઈ બારોટે સાપને રેસ્ક્યુ કરીને ડીસા પશુ દવાખાને લઈ ગયા હતા, જ્યાં હાજર ડોકટરોએ અને જીવધ્યા પ્રેમીના સભ્યોએ સાપ ની સારવાર કરી હતી ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓને ભારે મુશ્કેલીઓની સાથે જીવનું જોખમ હતું, પરંતુ તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વિના એક મૂંગા જીવને બચાવવાની કામગીરી કરી હતી માનવતા મહેકાવી છે
ભરત ઠાકોર ભીલડી








