
એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

૧૭ વર્ષ સુધીમાં માં ભોમની રક્ષા કાજે નિષ્ઠા અને પ્રમાણિક રીતે સેવા પૂર્ણ કરી ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈને આવેલા ફોજી જવાન નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. જગાણા ગામના ભાટી ગીરીશભાઈ જગદીશભાઈ ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ પોતાના વતન પાછા ફર્યા છે. ૧૭ વર્ષની દેશ સેવા પૂર્ણ કરી ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ વતનમાં આવ્યા છે. હાઇવે થી જગાણા ગામ સુધી વિશાળ રેલી યોજી ને ઉમળકાભેર,દબદબાભેર ફૂલહાર, શાલોથી ડીજેના તાલે ગુરૂમહારાજના મંદિરે ભવ્ય સન્માન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું.દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે રેલી નીકળવામાં આવી ઠેર ઠેર વેપારીઓ અગ્રણીઓ દ્વારા આર્મી જવાનનું સ્વાગત કરાયું. આર્મી જવાન ગીરીશભાઈ વર્ષ ૨૦૦૭ થી અલવર રાજસ્થાન,કારગીલ જમ્મુ કશ્મીર, મેરઠ ઉત્તરપ્રદેશ, આસામ ઉદાલપુરી, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર,લેહ લદાખમાં ફરજ બજાવી ચૂક્યા છે. વીર સપૂતે પોતાના કાર્યકાળની યાદગાર વાતો અને દિલ ધડક અનુભવો વર્ણવ્યા બાદ ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.આ ફોજીના ભવ્ય સ્વાગત પ્રસંગે પૂર્વ કેન્દ્રીયમંત્રી હરીભાઇ ચૌધરી, જગાણા સરપંચ પ્રહલાદભાઇ પરમાર, રતનજીભાઇ કુણિયા,મોતીભાઈ જુઆ,રતીભાઇ લોહ, ગણેશભાઇ ચૌધરી,કરશનભાઇ જરમોલ, ભેમજીભાઈ ચૌધરી, દિલીપભાઈ કરેણ,ભાવેશભાઈ કરેણ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા