GUJARATSURENDRANAGARWADHAWAN

આઈકોનિક પ્લેસ હવામહેલ ખાતે વોટ કરશે વઢવાણ કાર્યક્રમ યોજાયો.

હવા મહેલનાં સુંદર પ્રાંગણમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા ગીત, નાટક સહિતની વિશેષ પ્રસ્તુતિઓએ ઉપસ્થિતજનોમાં આકર્ષણ જન્માવ્યુ

તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હવા મહેલનાં સુંદર પ્રાંગણમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા ગીત, નાટક સહિતની વિશેષ પ્રસ્તુતિઓએ ઉપસ્થિતજનોમાં આકર્ષણ જન્માવ્યુ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં ૦૯- સુરેન્દ્રનગર સંસદિય મતવિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જિલ્લાનાં જાણીતા સ્થળોએ અલગ-અલગ વર્ગો-ક્ષેત્રનાં નાગરિકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેણે જિલ્લા વાસીઓમાં ચૂંટણી સંદર્ભે અનેરો ઉત્સાહ ઉભો કર્યો છે ગઈકાલે આવો જ એક કાર્યક્રમ “વોટ કરશે વઢવાણ” જિલ્લાનાં આઈકોનિક પ્લેસ એવા હવા મહેલ ખાતે યોજાયો હતો આ નિમિત્તે રોશની કરી શણગારેયલા હવા મહેલનાં ઐતિહાસિક પ્રાંગણમાં ઝાલવાડનો જાગૃત મતદાર., પાંચ મિનિટ આવનારા પાંચ વર્ષ માટે સહિતનાં વિવિધ સૂત્રો આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, ચૂંટણી લોકશાહી વ્યવસ્થાનું અતિ મહત્વનું અંગ છે ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે મતદારો જ લોકશાહીને જીવંત રાખે છે ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વિવિધ વર્ગો મહત્તમ મતદાન થકી સામેલ થાય તે માટે અનેક પહેલો કરવામાં આવી રહી છે જે અંતર્ગત ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેર અને રેમ્પની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે દિવ્યાંગ મતદારોને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી દિવ્યાંગ મતદારો મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકશે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને શારીરીક અશકતતાનાં કારણે મત આપવામાં પડતી અગવડને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે આવા મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા કરવામાં આવી છે આમ દેશના દરેક વર્ગના મતદારો લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે ચૂંટણી પંચ દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરવા અપીલ કરી હતી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતિ માટે નાટક, એકપાત્રીય અભિનય, મતદાન જાગૃતિ ગીત રજુ કરવામાં આવ્યું હતું આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનોમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું આ ઉપરાંત લોભ, લાલચમાં આવ્યા વિના અચૂક મતદાન કરવા ઉપસ્થિત સર્વેએ શપથ લીધા હતા આ તકે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધૂળા, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝા તેમજ વિદ્યાર્થીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button