છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલા આદિવાસી યુવાનોનો ઉધડો લીધો…


છોટાઉદેપુરના ભોરદા ગામે બનેલ નવીન હોસ્પિટલમાં ડોક્ટર અભાવ વિશે રજૂઆત કરવા ગયેલા યુવાનોને જીલ્લા આરોગ્ય અધીકારીએ ખખડાવ્યા છે
તમારી સાથે વાત કરું એ મોટી વાત છે. તમે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર પાસે પણ તમે જઈ શકો છો હું પણ બેઠો બેઠો જોઉં કે તમે ક્યાં સુધી જઈ શકો છો. મારી ઉપર કોઈ નેતા નથી ધારાસભ્ય પણ મારી સામે બેસે છે આ શબ્દ છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીના
તમારી પહોંચ જિલ્લા કલેકટર સુધી છે. તમને એમ લાગતું હોય કે જિલ્લા કલેકટરને અમે રજૂઆત કરીશ તો હું સસ્પેન્ડ થઈ જઈશજિલ્લા કલેકટરને રજૂઆત કરશો તો પણ મને કશું નહિ થાય તેઓ વિડિઓમાં સરકારી બાબુ જિલ્લા આરોગ્ય અધિકારી એ રજૂઆત કરવા પહોંચેલા યુવાનોને કીધું.
છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીએ મન ફાવે તેમ રજૂઆત કરવા પહોંચેલા આદિવાસી યુવાનોને કહી નાખ્યું. પરંતુ અધિકારીને ક્યાં ખબર હતી. તમારો સમગ્ર ગુસ્સો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે.
છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનો આક્રોશ ભર્યો વિડિયો વાઇરલ થતા આરોગ્ય વિભાગ પર સવાલો ઉભા કર્યા છે.
શું અધિકારીએ વાત ભૂલ ગયા છે કે તેઓ પ્રજાના નોકર છે
શું અધિકારીએ વાત ભૂલી ગયા છે કે જે લોકોની ઉધડો લે છે એ લોકોના ટેક્સના પૈસા થી તેઓનો પગાર આપવામાં આવે છે
શું અધિકારીએ વાત ભૂલી ગયા કે જે AC વાળા મ્બરમાં બેઠેલા છે તે પ્રજાના ટેક્સના પૈસાના છે
શું અધિકારીએ વાત ભૂલી ગયા કે જે લાલ બત્તીની ગાડીમાં ફરે છે તે પ્રજાના ટેક્સના પૈસા છે.
હવે જોવુંએ રહ્યું છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પ્રજા સાથે ગેરવર્તન કરવા બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ કે પછી અધિકારીએ કીધેલી વાત સાચી છે કે મને જિલ્લા કલેકટર પણ કશું નહીં કે એ તો આવનારો સમય જ બતાવશે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









