ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી જિલ્લામાં મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.

જે અંતર્ગત શામળાજી આઈ.ટી.આઇના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ વિશે સમજણ આપી પ્રતિજ્ઞા લેવડાવી પોતાના પરિવારને મતદાન કરવા માટે “સંકલ્પ લઇએ,સપરિવાર મતદાન કરીશું અને ધનસુરા તાલુકાની નવલપુર સી.આર.સી શ્રી કેશરપુરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 કન્યાઓ દ્વારા મહેંદી મૂકી મતદાન જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. અંદાજિત 35 કન્યાઓએ ભાગ લીધો હતો.

૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button