GUJARAT
સાધલી ગામે ખુલ્લી ગટર લાઈનને લઈ બે દિવસમાં બે બનાવો બનવાનાં સમાચારો પ્રસિદ્ધ થતાં તંત્ર સફાળું જાગી ઢાંકણા નાંખવાની કામગીરી કરાઇ
વાત્સલ્યમ સમાચાર ઇફેક્ટ.... સાધલી ગામે કોન્ટ્રાકટર દ્વારા ગટર લાઈનનાં ઢાંકણ નાખવામાં ન આવ્યા હોવાના કારણે ખુલ્લી ગટર લાઇનમાં મોટર સાઇકલ ચાલક ખાબક્યો હતો જ્યારે બીજા જ દિવસે આ ગટર લાઇન માં એક યુવતી પડી જવા પામી હતી.બે દિવસના અંદર માં આ બંને બનાવો બનવા પામ્યા હતા.સદનસીબે આ બંને બનાવોમાં કોઈ ગંભીર ઇજા થવા પામી ન હતી. સાધલી ગામે કાયાવરોહણ ચોકડી થી સાધલી બસ સ્ટેન્ડ સુધી બન્ને સાઇડો પર ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં આવી છે. ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં તો આવી પણ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાકટર પાસે ઢાંકણ નાખવાનો નથી સમય ન હોય એમ લાગી રહ્યું હતું.જેનો ભોગ વાહન ચાલકોએ બનવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર અહેવાલ સમાચારોમાં પ્રસિદ્ધ થતાં તંત્ર આડસ મરડી સફાળું જાગ્યું હતું.અને આજરોજ ખુલ્લી ગટર લાઇન નાં ઢાંકણા નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફૈઝ ખત્રી ..શિનોર

[wptube id="1252022"]






