GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

છેલ્લા ૨૫ વર્ષથી ઉના પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ જામનગર

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ (IPS) નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો હાલમાં સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર તથા આઇ.જી.પી.કચેરી રાજકોટ વિભાગ નાઓ દ્વારા આપવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા
દરમ્યાન પોલીસ સ્ટાફના સલીમભાઈ નોયડા, ગોવીંદભાઈ ભરવાડ,ભરતભાઈ ડાંગરને મળેલ સંયુક્ત બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લાના ઉના પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી.નં. ૩૩૦/૧૯૯૯ ઇ.પી.કો. કલમ-૩૨૪,૫૦૪,૧૧૪ મુજબ મારામારીના ગુનામા નાસતા ફરતા આરોપી મંગાભાઈ લાખાભાઈ પરમાર ઉ.વ.-૪૯ રહેવાસી- વુલનમીલ ફાટક પાસે ખોડીયાર કોલોની જામનગર વાળા ને જામનગર દિગ્જામ સર્કલ, રેલ્વે ના પાટા પાસેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ઉના પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button