છેલ્લા ૧ વર્ષથી બાગબાન તમાકુના કોપીરાઇટ ના ગુનામાં ફરારી આરોપીને શોધી કાઢતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર
એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો હાલમાં સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર તથા આઇ.જી.પી.કચેરી રાજકોટ વિભાગ નાઓ દ્વારા આપવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા
દરમ્યાન સ્ટાફના લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા ને મળેલ બાતમી આધારે જામનગર સીટી એ ડીવી. પો…સ્ટે. ગુના નં.- ૧૧૨૦૨૦૦૮૨૩૦૦૩૩/૨૩ કોપીરાઇટ એકટની કલમ ૫૧,૬૩,૬૪,૬૫ મુજબના ગુનામા ફરારી આરોપી – શબીર હુસેન અબ્દુલભાઇ શેરસીયા ઉ.વ.૩૪, રહે.પંચાસર ગામ, તા.વાંકાનેર જી.મોરબી વાળાની તપાસ કરતા આરોપી મળી આવેલ હોય આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે










