
વિજાપુર ધરતી ટાઉન શીપ નજીક રીક્ષામાં બેસી શાકભાજી લેવા જતા મહિલાનો સોનાનો દોરો ચોરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ધરતી ટાઉન શીપ પાસેથી શાકભાજી લેવા માટે જતી મહિલા નો રાઘવ ગેસ ની નજીક રોડ ઉપર ટીબી તરફ જતી ઉભેલી રીક્ષા માં બેસી ને જઈ રહ્યા હતા તે સમયે મહિલા એ ગળા માં પહેરેલો દોઢ તોલા નો સોનાનો દોરો ચોરાયો હોવાની જાણવા જોગ ફરીયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ ધરતી ટાઉન શીપ માં રહેતા ક્રિષ્નાબેન સુંદરલાલ મગનાની કે જેઓ નિત્યક્રમ મુજબ શાકભાજી લેવા માટે ઘરથી નીકળી રોડ ઉપર ઉભા હતા.તે સમય નજીક ઉભેલી રીક્ષા માં એક મહિલા સહિત ત્રણ પુરુષો અગાઉથી બેઠેલા હતા ટીબી તરફ જતા હોઈ રિક્ષામાં ક્રિષ્ના બેન બેસી જઈ રહ્યા હતા.તે વખતે રીક્ષામાં બેઠેલા અજાણ્યા ઈસમો એ ગુજરાતી ભાષામાં વાતો કરી ભોળવીને ગળામાં પહેરેલો સોનાનો દોરો કાઢી ચોરાઈ જવાની જાણ થતાં ક્રિષ્ના બેન મગનાની એ પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે. જોકે રાઘવ ગેસ નજીક ગોવિંદપુરા જુથ પંચાયત દ્વારા સીસી કેમેરા લગાવ્યા છે. પરંતુ આ સીસી કેમેરા પણ બંધ પડેલા છે. જેનો લાભ અજાણ્યા ઈસમો એ ઉઠાવ્યો હોવાની પણ આસપાસ ના રહીશો માં વિસ્તારમાં બનતા ચીરીઓ ના બનાવ ને પગલે ચર્ચા જગાવી છે આ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીઓ ના બનાવો બન્યા છે જેથી પોલીસ સક્રિય બની અજાણ્યા ઈસમો ને ઝડપી પાડે તેવી રહીશો માં માંગ પણ ઉઠવા પામી છે.