GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં મહાનગરપાલિકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

વિજેતા ૬ ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કમિશનર રાજેશ તન્ના, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ લોકો યોગ અપનાવતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગે એક માહોલ ઉભો થાય. સાથે જ સ્વસ્થ જીવન શૈલી અને નીરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ૪૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ૬ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેશે.
સ્પર્ધાના પ્રારંભમાં ૬૭મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરવા બદલ હેન્ડબોલ ટીમ અને યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનાર વાજા શાહનવાજનું મહાનગરપાલિકા તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર સ્પર્ધામાં ગીતાબેન ગજેરા વૈશાલીબેન તથા કલાઠીયા ભરતભાઈએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું પ્રતિનિધિત્વ કરતા જજની ભૂમિકા નિભાવી હતી. અને સંકલનની કામગીરી નફીસા વિહળે સંભાળી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે અને તેમની ટીમે કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button