GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર જિલ્લાના પીરોટન ટાપુ પ્રવેશ પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરતા ઈસમને પકડી પાડતી બેડી મરીન પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલું તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જામનગર શહેર વિભાગના જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ મે.ડી.એમ.સાહેબનું ટાપુ પ્રવેશ પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલમાં હોય જે અન્વયે બેડી મરીન પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. વિ.એસ.પોપટ ની સુચનાથી પો.હેડ કોન્સ. સુર્યરાજસિંહ કાળુભા જાડેજા તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા નાઓ દરીયાઈ વિસ્તાર પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન બેડી જુના બંદર જેટી પર પહોચતા દરીયામાંથી એક બોટ જેટી તરફ આવતી હોય જેમાં પુરુષો બેસેલ હોય જેથી બોટ ચાલક (માલિક) ને જેટી પાસે બોલાવી નામ સરનામું પુછતા જાફર અબ્દુલ કકલ જાતે વાઘેર ઉ.વ.૩૫ ધંધો. મચ્છીમારી રહે. બેડી રજા નગર આદમશેઠના ખેતરમાં મદ્રેસા પાસે જામનગર વાળો હોવાનું જણાવતા મજકુર ઈસમની પુછપરછ કરતા પોતે પીરોટન ટાપુ ઉપર આવેલ ‘હયાત નબી દરગાહે’ માનતા પુરી કરવા ગયેલ હોવાનુ જણાવતા મજકુર પાસે પીરોટન ટાપુ પર જવા બાબતે નાયબ વન સંરક્ષક શ્રી મરીન નેશનલ પાર્ક જામનગરની પુર્વ મંજુરી મેળવેલ હોય તો મંજુરી પત્ર રજુ કરવાનું કહેતા નહી હોવાનુ જણાવેલ જેથી મજકુર ઈસમે પૂર્વ મંજુરી લીધા વગર પીરોટન ટાપુ ઉપર પ્રવેશ કરી જામનગર જીલ્લાના મે.ડી.એમ.સા. ના જાહેરનામા ડીએમ./ટાપુ/૨/૨૦૨૪ તા. ૧૩/૦૩/૨૦૨૪ નો ભંગ કરી ઈ.પી.કો.કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોંધી આરોપી વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button