ડેડીયાપાડા બે ઝોલાઝાપ ડોક્ટર ને પોલીસે ઝડપી પાડ્યા.
તાહિર મેમણ : ડેડીયાપાડા – 20/0/2024- નર્મદા પોલીસ ના SOG વિભાગ દ્વારા વર્ષો થી pમાન્ય ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર તથા તેનો સાગરીત ગે.કા રીતે ચાલતુ દવાખાનું શોધી કાઢી કુલ 2,19,430 ની દવા નો જથ્થો જપ્ત કર્યો
પ્રાપ્ત વિગત મુજબ પોલીસ તાહિર અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબે નાઓએ જિલ્લામાં ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર તેમજ ગેર કાયદેસર રીતે ચાલતા દવાખાના શોધી કાઢી આવી પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના ને આધારે પો.ઈન્સ.વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી. નર્મદા નાઓ દ્વારા એક ટીમ ડેડીયાપાડા ખાતે ના મોસદા રોડ પો.સ.ઈ. એચ.કે.પટેલ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ મેડીકલ ટીમ સાથે બાતમી આધારે ડેડીયાપાડા ગામે મોઝદા તરફ જવાના રોડની ડાબી બાજુમાં ગેરકાયદેસર આરોપી (૧) ડો.સ્વરૂપ પદમલોચન વિશ્વાસ રહે.ડેડીયાપાડા, મોઝદા રોડ તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓએ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર શિવ ક્લીનિક નામનું દવાખાનું ચલાવી તેમા પ્રેકટીસ કરતા હોય તથા આરોપી (૨) ડો.પંકજકુમાર છોટનપ્રસાદ સિંહ હાલ રહે.આશાપુરા સોસાયટી, પ્લોટ નંબર-૨૫ બમરોલી બીજ પાસે પિયુસ કોમ્પ્લેક્ષ નજીક સુરત શહેર મુળ રહે.ટેઉસ તા.બરબીધા જી.શેખપુરા બિહારનાઓ કે, જેઓ બી.એચ.એમ.એસ. ડિગ્રી ધરાવતા હોય પરન્તુ તેઓ નિયમ વિરૂધ્ધ એલોપેથીની પ્રેકટીશ કરી એલોપેથી ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીજ (નીડલો) ઈન્જેકશનો તથા ક્રિમ તથા ગોળીઓ વિગેરે બિન અધિકૃત દવાના જથ્થા કુલ કિં. રૂ! ૨,૧૯,૪૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ગેર કાયદેસર રીતે લોકોનું સ્વાસ્થય જોખમાય તે રીતે મેડીકલ પ્રેકટીશ કરી બેદરકારી ભર્યું કૃત્ય કરતા પકડાઈ જતા આ બન્ને આરોપીઓ વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે નર્મદા જીલ્લા પોલીસ ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે જેથી ઝોલા છાપ ડોકટરો માં ફફડાટ ફેલાયો છે









