GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરપાલિકા સંચાલિત પરતાપૂરામાં આવેલ બગીચાની સાફ-સફાઈ અને જાળવણી ન થતા ગંદકીનું સામ્રાજ્ય

સંતરામપુર નગરમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળે છે

સંતરામપુર નગરપાલિકા સંચાલિત પ્રતાપપુરા માં આવેલ જાહેર બગીચા ની સાફસફાઈ ને જાળવણી નહીં થતાં આ બગીચામાં ગંદકી નું સામ્રાજય જોવાં મળે છે.

અમીન કોઠારી :- મહીસાગર તા. ૨૧

સંતરામપુર નગર માં સ્વચ્છતા અભિયાન નાં લીરેલીરા ઉડતાં જોવાં મળે છે.

સંતરામપુર નગરમાં આવેલ બાળકો માટે નો બગીચાનું નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામા આવેલ અને બાળકો માટેના રમતગમતના વિવિધ સાધનો જેવા કે નિસરણી, લપસણી ,હીંચકા વિગેરે નાખવા માં આવેલ પરંતુ આ સાધનો હલકી ગુણવત્તા વાળા ને મજબુત નાં હોઈ જેતે સમયે પણ આ સાધનો સંબંધી બુમ ઉઠી હતી ,તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાયૅવાહી નહી કરતાં આ બગીચા નાં સાધનો હાલ નાનાં બાળકો માટે બિન ઉપયોગી નિવડેલ છ, અને આવાં સાધનો માં બાળકો રમે તો બાળકો ને આ તુટેલાસાધનો થી ઈજા પહોંચી શકે તેવી પરિસ્થિતિ નું હાલ નીરમાલ થયેલું જોવાં મળે છે.

 

આવી પરિસ્થિતિ માં નગરમાં આવેલ આ એક માત્ર બાળકો માટે ના આ બગીચા ની સાચવણી અને જાળવણી કરવાની જવાબદારી માં નગરપાલિકા સંતરામપુર તદ્દન ઉણી ઉતરેલ છે.

 

નગરપાલિકા સંતરામપુર દ્વારા આ બગીચા પાછળ નવીનીકરણ કરવામા લાખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવેલ પરંતુ આ બગીચામાં નાનાં બાળકો માટે નાં સાધનો ટકાઉ અને સારી ક્વોલિટી નાં નહિ મુકાતાં હાલ આ સાધનો તુટીફુટી ગયેલ દશામાં જોવાં મળે છે.

આવા સાધનો નો જો બાળકો રમે ને તેથી જો બાળકને શારીરિક ઈજા થાય તો નગરપાલિકા સંતરામપુર જવાબદારી લેશે ખરી ?????

આ બગીચો જે હાલ ઉજ્જડ ભાસી રહેલ છે તેને નગરપાલિકા સંતરામપુર દ્વારા સ્વચ્છ બનાવે ને બગીચા માં જે કચરો અને ગંદકી છે તે સાફ કરાવેને બાળકો માટે નાં જે રમવાનાં સાધનો તુટીફુટી ગયેલ છે તે નવીન ટકાઉ અને મજબૂત પુનઃ સ્થાપિત કરી નગરના નાનાં બાળકો માટે આ બગીચો પુનઃ જીવંત બનાવે તેવી તીવ્ર લોકમાંગ ઉઠી છે.

નગરપાલિકા સંતરામપુર નાં ગેરવહીવટ ને આ બગીચા નું નવીનીકરણ કરવામા આવ્યા બાદ આ બગીચા ની સાચવણી અને જાળવણી સમયાંતરે નગરપાલિકા દ્વારા નહીં કરાતાં આ બગીચો હાલ બિન ઉપયોગી સાબિત થવા પામ્યો છે.

સંતરામપુર નગરપાલિકા ને નગરનાં વિકાસ માં અસરકારક રસ જણાતો નથી પરંતુ નગરનાં વિકાસ માટે ની આવતી કરોડોની ગ્રાન્ટ નાં નાણાં વાપરવામાં ને ટકાવારીમાં જ રસ હોય તેવી લોક ચર્ચાઓ નગરમાં જોરશોર થી ચાલી રહેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button