માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – કેશોદ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેના અનુસંધાને આજરોજ કેશોદ નાં આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે 6 ડિસેમ્બર 1992 માં અયોધ્યા કાર સેવક તરીકે ગયેલાં અને શ્રી રામ મંદિર નાં પુનરોદ્ધાર માટે સેવા આપેલ છે તેવા 27 કાર સેવકો નાં સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કર્મશીલ ગ્રુપ નાં મેનેજીંગ ટ્રસ્ટી એડવોકેટ ડી. ડી. દેવાણી નાં જણાવ્યા મુજબ આજરોજ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં કેશોદ, માળીયા, માધુપુર , માંગરોળ તાલુકાના 27 કાર સેવકો નાં સન્માન કાર્યક્રમ માં કેશોદ નાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ નાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા, મહંત અવધૂત આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ મંદિર વાળા સંત શ્રી મહાદેવ ગિરિ બાપુ સંજોગો વસાત પહોંચી શક્યા ન હતાં પરંતુ તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે સ્વામિનારયણ મંદિર પંચાળા વાળા પ્રખર વિદ્વાન સ્વામી રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ નાં કાર્યકર રહી ચૂકેલા ઘનશ્યામ ચરણ દાસજી ખાસ ઉપસ્થિત રહીને કાર સેવકો ને આશીર્વાદ આપી અને હંમેશ રાષ્ટ્નિર્માણ નાં કાર્ય માં હંમેશા પોતાનું યોગદાન આપવા જણાવેલ આ સન્માન કાર્યક્રમ માં કેશોદ ની જુદી જુદી સંસ્થાઓ પણ જોડાયેલ જેમાં સમર્પણ હોસ્પિટલ, ભારત વિકાસ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા અશ્વિન સિંહ રાયજાદા તથા પારુલ કારીયા , રાજુભાઈ રાયજાદા, કાંતિ ડાભી વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










