સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોપર વાયરની ચોરી કરનાર ચાર શખ્સો સામે ગેંગ કેસ દાખલ

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મુળી, પાણશીણા, લખતર સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા અલગ અલગ સ્થળોએથી કોપર વાયરની ચોરી કરનાર ચાર શખ્સો વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ગેંગ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચોટીલા, મુળી, પાણશીણા પોલીસ મથકની હદમાં અલગ અલગ જગ્યાઓએ વીજ તેમજ ખાનગી કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી કરનાર ટોળકીના ચાર શખ્સો પ્રભુલાલ ઈશ્વરલાલ કસાણા રહે સંજાડીકા બાડીયા, ભીલવાડા, ચુનીલાલ ભુરૂલાલ ગુર્જર રહે લીંબડી, દિપકભાઈ રેખારામ ચાડ ગુર્જર રહે જાંખરા અને સુરેશલાલ બન્નાલાલ ઉર્ફે વનાલાલ જીસાજી ગુર્જર રહે અમદાવાદને લાખોની કિંમતના કોપર વાયરના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા વધુ તપાસ કરતા આ ટોળકીના ચાર સાગરીતો દ્વારા ગેંગ બનાવી ગુનાઓને અંજામ આપતા હતા આરોપીઓની પુછપરછ કરતા સાગરીતો સાથે મળી અલગ અલગ પોલીસ મથકના બેથી વધુ ગુનાઓ નોંધાયા હોવાનું કબુલ્યું હતું તેમજ ઈ-ગુજકોપ એપમાં તપાસ કરતા આરોપીઓ વિરૂધ્ધ વાહનચોરી સહિત અનેક ગુનાઓ નોંધાયા હોવાનું જણાઈ આવ્યું હતું આથી મુળી પોલીસ મથકે ઝડપાયેલા ચાર શખ્સો સામે ગેંગ કેસ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી ધરી છે.





