નસવાડી પોલીસે સરીયાપાણી ,કેવડી ગામ વચ્ચે બે મોટરસાઇકલ ઉપર લવાતો ઇંગ્લિશ દારૂ સહિત કુલ 1,94,050 રૂપિયાનાં મુદ્દામાલ સાથે એક બુટલેગરને જડપી પડ્યો ચાર આરોપી ફરાર.

મૂકેશ પરમાર,,નસવાડી
નસવાડી પોલીસને બાતમી મળતા સરિયાપાણી,કેવડી ગામ વચ્ચે વોચ ગોઠવી બેઠી હતી તે સમયે બૂટલેગરો બે મોટર સાઇકલ ઉપર થેલાઓમાં બાધીને ઇંગ્લિશ દારૂ લઈને આવતા હતા તેઓને પોલીસે જડપી પડ્યા હતા જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નગ 511 જેની કિંમત 79050 રૂપિયા જયારે બજાજ પલ્સર જી.જે. 34.પી 5352 બાઈક જેની કિંમત 70,000,હોડા બાઈક નંબર વગરની જેની કિંમત 40,0000,એક મોબાઈલ જેની કિંમત 5,000 આમ કુલ 1,94,050 રૂપિયાનો મુદ્દામાલ સાથે દિલીપભાઈ કુવાસીયાભાઈ ઉર્ફે કવસિંગ ભાઈ ભીલ રહે ,હાફેશ્વર મંદિર ફળિયા,તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર,ને ઝડપી પડ્યો હતો જયારે (1) વાનજીભાઈ મુળજીભાઈ ભીલ.(2) સુરેશભાઈ બુબરભાઈ ભીલ. (3)તેલીયાભાઈ સિલિયાભાઈ ભીલ (4) મુકેશભાઈ નાનુભાઈ રાઠવા તમામ રહે હાફેશ્વર મંદિર ફળિયા,તાલુકો કવાંટ,જિલ્લો છોટાઉદેપુર આ ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.









