GUJARATLUNAWADAMAHISAGAR

વિરપુર ખાતે બસ ડેપો સાથે વર્કશોપ ફાળવવા આવેદનપત્ર..

વિરપુર ખાતે બસ ડેપો સાથે વર્કશોપ ફાળવવા આવેદનપત્ર..

વિરપુર તાલુકાના આગેવાનો અને સરપંચો દ્વારા વિરપુર તાલુકાની જનતાને તાલુકામાં તેમજ આવવા જવામાં માટેની સુવિધામા વધારો થાય તે હેતુ વિરપુર ખાતે બસ ડેપો સાથે વર્કશોપ ફાળવવા માટે વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિરપુર તાલુકાના વિદ્યાર્થીઓ સાથે મુસાફરોને બસ માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે વિરપુરની આજુબાજુ ના ૪૦ થી ૫૦ કિમ ના અંતરે આવેલ બાલાસિનોર, લુણાવાડા મોડાસા અને કપળવંજ ડેપો ની બસો ના રૂટ ઉપર નિર્ભર રહેવું પડે જે બસ ખોટકાતા ડેપો માંથી મરામત માટે આવવામાંથી વિલંબ થાય છે ત્યારે હિલ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત ના ૯૦ જેટવા નાના મોટા ગામ છે જેની વસ્તી અંદાજિત બે લાખ છે જ્યારે વિરપુર ડેપો માટેની જગ્યા પણ હોવા છતાં આજદિન સુધી વિરપુર તાલુકાની પ્રજાની માંગણી સંતોષવામાં આવી નથી જેને લઈ તાલુકાની સમગ્ર પ્રજામા નારાજગી જોવા મળી રહી છે પ્રજાની માંગણીને લઈ વિરપુર તાલુકાના તમામ સરપંચો દ્વારા વિરપુર મથક બસ ડેપો અને વર્કશોપની સુવિધા મળે જેના માટે ગતરોજ વિરપુર મામલતદાર અને તાલુકા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button