અંબાજી મંદિર ની સુવર્ણમય કામગીરી માટે દાન અપાયું,કડી ના માઈભક્ત ભાર્ગવરાજ પટેલ દ્વારા રૂપિયા 8 લાખ નો ચેક અર્પણ કરાયો

17 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે.એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર ને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું અને રોકડ રકમ નુ પણ દાન આપી રહ્યા છે.અંબાજી મંદિર ને સુવર્ણમય કામગીરી માટે દાન આવ્યું છે. કડી ના માઈભક્ત ભાર્ગવરાજ પટેલ દ્વારા રૂપિયા 8 લાખ નો ચેક અર્પણ કરાયો છે.ભાર્ગવરાજ ભાઈ એ મંદિર ટ્રસ્ટ ના ટેમ્પલ ઇન્સ્પેકટર ને રૂપિયા 8 લાખ નો ચેક અર્પણ કર્યો હતો.શ્રદ્ધાળુઓ મંદિર ની સુર્વણમય કામગીરી માટે સોના ની લગડી તેમજ રોકડ નાણાં પણ અર્પણ કરતા હોય છે.ત્યારે આજે અંબાજી મંદિર ટ્રસ્ટે સુવર્ણમય કામગીરી માટે માઇભક્ત દ્વારા આપેલો 8 લાખ નો ચેક સ્વીકાર્યો હતો.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.