MALIYA (Miyana):મોરબી માળીયા હાઇવે ઉપરથી બોલેરોમાં કતલખાને લઇ જવાતા પશુઓને મુક્ત કરાવ્યા

મોરબી-માળીયા હાઇવે ઉપરથી કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં મોરબી હિન્દુ યુવા વાહિની ગૌ રક્ષકો દ્વારા પોતાનો જી જોખમમાં મૂકી નાના મોટા ૦૯ પાડાને બોલેરો ગાડીમાં ભરી કતલખાને લઇ જતા બે ઈસમોને પકડીને તાલુકા પોલીસમાં સોંપતા પોલીસે બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મોરબીના સોની બજાર વેરાઈ શેરીમાં રહેતા અને હિન્દૂ યુવા વાહિની સંગઠનના પ્રમુખ ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા ઉવ.૨૮ એ આરોપીઓ મકસુદ સિકંદરભાઈ બેલીમ ઉવ.૩૩ ધંધો ડ્રાઈવિંગ રહે-રાજકોટ સદરબજાર ખાટકીવાડ તથા ઇકબાલ ઈસ્માઈલભાઈ તરક્બાર ઉવ.૪૦ રહે-રાજકોટ ખાટકીવાડ હુસેનભાઈ હાજીનાં મકાનમાં વિરુદ્ધ મોરબી તાલુકાપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૯/૦૧ ના વહેલી સવારના ચાર વાગ્યે મોરબી માળિયા ને.હા. રોડ પર આવેલ રવિરાજ ચોકડી પાસે આરોપીઓએ પોતાના હવાલાવાલી બોલેરો ગાડી રજી નં GJ 03 BW 2405 નંબરની ગાડી ખુલ્લા ઠાઠાવાળીમાં નાના મોટા પાડા જીવ નંગ-૦૯ ભરી બોલેરો ગાડીમાં પાણી તથા ધાસચારાની વ્યવસ્થા નહિ રાખી ખીચોખીચ હલન ચલન ન કરી શકે તે રીતે દોરડાથી બાંધી ભરીને કતલખાને લઇ જવા નીકળતા તેની બોલેરોનો પીછો કરી બંને આરોપીઓને પકડી લઇ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળ ઉપર આવી બંને આરોપીઓની અટક કરી પશુ પ્રત્યે ધાતકીપણા એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








