
શૂલપાણેશ્વર જંગલ સફારી પાર્કનું મનસુખભાઈ ના હસ્તે દેડિયાપાડા ખાતેથી લોકાર્પણ કરાયું*

તાહિર મેમણ :ડેડીયાપાડા – 15/03/2024-જંગલ સફારી શુલપાણેશ્વરનો લોકાર્પણ કાર્યક્રમ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં દેડીયાપાડા ખાતે યોજાયો હતો. આ વેળાએ પ્રવાસીઓને જંગલ સફારીની સફર માણવા અર્થે ટિકિટ વિન્ડો અને ત્રણ જેટલી જીપ્સીને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, વન અને આદિવાસી એક સિક્કાની બે બાજુ છે. આ વન સંપદાઓના સંરક્ષણ સાથે સ્થાનિકોને રોજગારી કેવી રીતે પુરી પાડી શકાય તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકલ્પોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રહેતા લોકોને જંગલમાં ફરવું ગમે છે. તેઓ આ સફારીમાં ફરવા માટે આવશે તો સ્થાનિક આદિવાસી લોકોને તેનો લાભ મળવાનો છે.
આ વેળાએ પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રવાસન અને જંગલના વિકાસ સાથે સ્થાનિકોને ઉપલબ્ધ થનારી તકો અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.જંગલ સફારીમાં પ્રવાસન માર્ગોની વાત કરવામાં આવે તો આ રૂટ મોઝદાથી ચોપડી ધારા સુધીનો જે 20 કિમીનો હશે, મોઝદાથી દેવ મોગરાથી મોઝદા 30 કિમી અને બેડા ચાર રસ્તાથી તેલિયાઘાટ 10 કિમી, આ માર્ગનો સમાવેશ થાય છે. તેના માટે મોઝદા અને ફુલસરથી પ્રવેશ અને દેડિયાપાડાથી ટિકિટ કલેક્શન મળી રહેશે.
સગાઈ રેન્જમાં: મોઝદાથી માલ સામોટ લંબાઈ 36 કિમી(રૂટ-1)*
પીપલોદ રેન્જમાં: મોઝદાથી ચોપડી ધારાની લંબાઈ 22 કિમી(રૂટ-2)*
ફુલસર રેન્જમાં : દેડિયાપાડાથી તેલિયાઘાટ લંબાઈ 18 કિમી (રૂટ-3)* આ જંગલ સફારી રૂટની કુલ લંબાઈ (આવવું અને જવું) 76 કિમીની રહેશે









