યોગેશ કાનાબાર રાજુલા
જાફરાબાદ વાંકાબાવળ ખાતે કોપર કંપનીની લોક સુનાવણી યોજવામાં આવી

રાજુલા જાફરાબાદ રોડ ની વચ્ચે આવતા વાંકા બાવળ પાસે આજે કોપર કંપનીની લોક સુનાવણી કરવામાં આવી
35 જેટલા ખેડૂતોએ આજે આ કંપની બાબતે પોતાના વિચારો રજૂ કરેલ એક બાજુ વિરોધ અને બીજું બાજુ સમર્થન ત્યારે આવેલા આગેવાનો એ પણ આ કંપનીને સમર્થન આપેલું
સવાર ના 11 નાં ટકોરે આ સુનાવણી શરૂ થયેલ અને બપોરે 1.00 કલાકે પૂર્ણ થયેલી આ સુનાવણી માં કાયદો વ્યવસ્થા બગાડવાની અને વાતાવરણ ઉગ્ર બનાવવા બદલ 11 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરેલી
જાફરાબાદ વાંકા બાવળ ખાતે કોપર કંપની આવી રહી છે તેની આજે લોક સુનવણી યોજવામાં આવી હતી પ્રાંત કલેકટર દિલીપભાઈ બરાસરા અને પર્યાવરણ અધિકારી શ્રી રાઠોડ તેમજ દીપ્તિબેન પટેલ અને શ્રી પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ લોક સુનવણી યોજવામાં આવી હતી જેમાં આવેલા લોકોએ આ લોક સુનવણીમાં ભાગ લીધો હતો
11:00 કલાકે શરૂ થયેલી આ લોક સુનાવણીમાં 350 જેટલા લોકોએ હાજરી આપી હતી જેમાં આજુબાજુના લુણસાપુર લોઠપુર બાલાની વાવ જાફરાબાદ રાજુલા સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો અને આગેવાનોએ હાજરી આપી હતી અને આ કંપની આવવાથી આરોગ્ય પર્યાવરણ શિક્ષણ તેમજ રોજગારી બાબતે 35 જેટલા લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા અને તેના પ્રશ્નો અધિકારીઓએ સાંભળ્યા હતા
જ્યારે આજુબાજુના તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કંપનીમાં આવવાથી આ વિસ્તારને ખૂબ સારી રોજગારી મળશે આથી આ બધાએ તેનું સમર્થન કર્યું હતું જ્યારે આવેલા અમુક લોકો દ્વારા આ કંપનીનો વિરોધ કર્યો હતો બંને પક્ષને અધિકારીઓએ ધ્યાનથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી
શરૂઆતમાં શરૂ થયેલી લોક સુનાવણીમાં 11 જેટલા લોકો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગંભીર કરતા હોય અને વાતાવરણ ઉગ્ર બનાવતા હોય જેના અનુસંધાને ડીવાયએસપી હરેશ વોરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આ 11 વ્યક્તિઓને અટકાયત કરી ધરપકડ કરી હતી
એકંદરે આ લોક સુનવણી ગરમા ગરમી વાળી રહી હતી બે અલગ અલગ જૂથ અલગ અલગ રીતે રજૂઆત કરી હતી. આ લોકોસુનાવણીમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તેમજ ડીવાયએસપી હરેશ વોરા દ્વારા પોલીસ મહિલા પોલીસ સહિતનો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો હતો. સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ લોકો ના બધાના પ્રશ્નો અને બધાની રજૂઆતો સાંભળવામાં આવી હતી ત્યારે હવે જોવાનું એ રહે છે કે કંપની આવે છે કે નહિ? જો કે કંપની આવવા થી આ વિસ્તાર ને રોજગારી મળશે તેથી વધુમાં વધુ લોકો એ આ કંપની ને સમર્થન આપેલ









