આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ,વિસનગરમાં વિદ્યાર્થીઓનો “દીક્ષાંત સમારોહ” અને “વાર્ષિકોત્સવ” કાર્યક્ર્મ યોજાયો

14 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરમાં આજ રોજ તા-૧૩/૦3/૨૦૨૪(બુધવાર) ના રોજ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા “વાર્ષિકોત્સવ” કાર્યક્ર્મ અને સ્નાતક અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના “દીક્ષાંત સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમારોહને શોભાવવા માટે મહેમાનશ્રીઓ એવા શ્રી હિરેનભાઈ પટેલ (બોર્ડ ઓફ મેનેજમેન્ટ,H.N.G.U. પાટણ), શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ (તંત્રીશ્રી, પ્રચાર સાપ્તાહિક, વિસનગર) અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટવરભાઈ ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વી.વી ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઇ વી.ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રી રામજીભાઈ ચૌધરી, આઈ.બી.ચૌધરી, કે.ડી.ચૌધરી, ખુમજીભાઈ ચૌધરી, માનસંગભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી, પી.વી.ચૌધરી, જેસંગભાઈ ચૌધરી, તથા કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરીચય આપ્યો હતો અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્રારા મહેમાનશ્રીઓનું બુકે, સાલ તથા મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું.દીક્ષાંત સમારોહના પ્રાસંગિક ઉદ્દભોધનમાં ડૉ.સુરેશભાઈ વી.ચૌધરીએ નવી શિક્ષણ નીતિ (NEP) વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી ‘કેળવે તે કેળવણી’ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં “શિક્ષણ એટલે જીવન જીવવાની કળા” વિશે રોચક પ્રવચન આપી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને જીવનમાં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરવા શુભાષિશ પાઠવ્યા .મહાનુભાવશ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ (તંત્રીશ્રી, પ્રચાર સાપ્તાહિક, વિસનગર) એ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં “ભણતર સાથે ઘડતર” અને “વિદ્યાર્થીના સામાજિક જીવન- મહત્ત્વ” વિશે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડી શુભાષિશ પાઠવ્યા હતા. અન્ય મહાનુભાવશ્રી હિરેનભાઈ પટેલ(બોર્ડ ઓફ મેનેજમેન્ટ, H.N.G.U. પાટણ),) એ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં “21 મી સદી જ્ઞાનની સદી” વિશે પ્રાસંગિક પ્રવચન આપી સંસ્થાની ઉચ્ચત્તમ પ્રગતિ માટે સંસ્થા અને યુનિવર્સીટીના શૈક્ષણિક સંબધોને વધુ સુદ્રઢ કરવાની તત્પરતા બતાવી હતી.આ સાથે આદર્શ આર્ટસ,સાયન્સ અને કોમર્સ કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રસંગોપાત ઉદ્દબોધન આપવામાં આવ્યા હતા. આદર્શ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી કાર્તિકેભાઈ કડિયા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.વાર્ષિકોત્સવ કાર્યક્ર્મ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વર્તમાન સમય, માનવ સમાજ, શિક્ષણ વગેરે થીમ આધારિત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો, પંજાબી ડાન્સ, કોમેડી નાટક તથા તલવારબાજી જેવા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેને નિહાળીને ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તથા કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી નટવરભાઈ ચૌધરીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.અંતમાં આદર્શ આર્ટસ અને કોમર્સે કોલેજના આચાર્ય શ્રી અલ્પાબેન ચૌધરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આમ સંકુલના સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુચારૂ આયોજન થયું હતું.