વડાપ્રધાન મોદીના વરદહસ્તે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પીએમ સૂરજ પોર્ટલનો શુભારંભ
ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને ચેક, પીપીઈ કીટ, કાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું.

તા.13/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને ચેક, પીપીઈ કીટ, કાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું.
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (પીએમ સૂરજ) પોર્ટલનો શુભારંભ થયો હતો આ શ્રેણીમાં આજે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સૂરજ પોર્ટલનો શુભારંભ કર્યો છે આજે દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સહાય મંજૂર કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમે આજે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના નવા શિખરો સર કર્યા છે ગુજરાતે વિકસિત ભારત @૨૦૪૭ પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે આજે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે વાઇબ્રન્ટ સમિટ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનના કારણે ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે ટૂંક જ સમયમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ થશે આ પ્લાન્ટથી આશરે ૫૦ હજાર જેટલી નવી રોજગારીનું સર્જન થશે જેનો સુરેન્દ્રનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લાને વધુમાં વધુ લાભ મળશે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશના ૫૨૨ જિલ્લાઓના વંચિત વર્ગોના લાભાર્થીઓને વિવિધ લાભો આપી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તે માટે સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (પીએમ સૂરજ) પોર્ટલનો શુભારંભ કર્યો છે પીએમ સ્વનિધી યોજના વિશેની માહિતી આપતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્ટ્રીટ વેંડર્સ, લારી- ગલ્લાં, ફેરિયા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે આ યોજનાના માધ્યમથી લોકો પોતાનાં વેપાર વધારી શકે તે માટે સામાન્ય દરે લોન આપવામાં આવે છે સમય પ્રમાણે લોન ભરનારાને તેમાં ખાસ છૂટ પણ આપવામાં આવે છે પરંપરાગત કામો કરતાં કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે આ યોજનામાં ૧૮ વેપાર સાથે સંકળાયેલા કારીગરોને આવરી લેવામાં આવ્યા છે ૫ ટકાના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે રૂ. ૧ લાખ અને બીજા હપ્તા તરીકે રૂ. ૨ લાખની લોન આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવામાં આવ્યા છે વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લેવા જણાવ્યું હતું આ કાર્યક્રમ અગાઉ લોકગાયક મનીષા બારોટે દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી જેને ઉપસ્થિત જનોમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એન.એલ.બગડા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને ચેક, પીપીઈ કીટ, કાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રીનું અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિતના વંચિત જૂથોના લાભાર્થીઓ સાથેનો વાર્તાલાપ અને સંબોધનને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રમેશભાઈ સોયા, જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા મોહનભાઈ ડોરીયા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુલા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પી.ડી.ગામીત, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એન.એલ.બગડા, લીડ બેંક મેનેજર પ્રતિરૂપ શર્મા સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.





