GUJARAT

દેડીયાપાડા ગઢ ગામ ખાતે બાળલગ્ન અને જાતીય સતામણી સામે રક્ષણ વિશે જાણકારી અપાય

દેડીયાપાડા ગઢ ગામ ખાતે બાળલગ્ન અને જાતીય સતામણી સામે રક્ષણ વિશે જાણકારી અપાય.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 13/03/2024 – દેડીયાપાડા તાલુકાના ગઢ ગામે આદિવાસી વિકાસ સેવા ટ્રસ્ટ, દેડીયાપાડા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ મી માર્ચના રોજ બાળ લગ્ન અધિનિયમ-૨૦૦૬ અને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ અને બાળ અધિકારો અને સમાજ સુરક્ષા કચેરીમી દિવ્યાંગકારી વિવિધ યોજનાઓ સહિત કુપોષણ અટકાવવા માટે જરૂરી પાગલા વિશે શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમારે બાળ લગ્ન અધિનિયમ-૨૦૦૬ અને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ અંગે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે, દેડીયાપાડા વિસ્તારમાં બાળ લગ્નનું પ્રમાણ ઉપર આપણા દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે. તેમજ બાળકીઓને કોઈપણ પ્રકારની જાતીય હેરાનગતિ ન થાય તે માટે સૌએ પોતાના બાળકોને જાગૃત કરવા પડશે જેનાથી બાળકોનું જીવન એક સારી સારી દિશામાં ગતિશીલ બની શકે છે. ઉપરાંત મહેન્દ્રબભાઈ વસાવા દ્વારા યોજનાકીય તેમજ નશા મુકત ભારત અભિયાન અંતર્ગત સમજ અને માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button