GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના બેણદા ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે તાલુકા રમત સંકુલનું ભૂમિ પૂજનકરાયું

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર તાલુકાના બેણદા ખાતે શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડીંડોરના હસ્તે તાલુકા રમત સંકુલનું ભૂમિપૂજન કરાયું

 

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બેણદા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા રમત સંકુલ ઇન્ડોર મલ્ટીપર્પસ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટસ સંકુલનું ભૂમિ-પૂજન આદિજાતી વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડીંડોરના હસ્તે કરાયું.

 

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે. આ સંકુલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન મળે એ માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.

 

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અંદાજે ૦૭ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલમાં માળખાકીય સુવિધામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રિકલ રૂમ, ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેંજ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા, ટેકવાન્ડો અને જુડો તેમજ બાહ્ય રમતના મેદાનોમાં ૨૦૦ મી. મડી એથ્લેટીક ટ્રેક અને પ્રેકિટસ મેદાન, વોલીબોલ કોર્ટ, ખો-ખો કોર્ટ, કબડ્ડી કોર્ટ નો સમાવેશ થાય છે.

આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓને ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે અને આજે ગુજરાત રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, તાલુકા પંચાયત પ્રમખશ્રી હરેશભાઈ વળવાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ , પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી,જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button