GUJARATLUNAWADAMAHISAGAR

બાલાસિનોર બસ સ્ટેન્ડમાંથી મળી આવેલ એક બાળકને વાલીવારસને સોપી સરાહનીય કામગિરી કરતીબાલાસિનોર ટાઉન પોલીસ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

બાલાસિનોર બસ સ્ટેન્ડમાંથી મળી આવેલ એક બાળકને વાલીવારસને સોપી સરાહનીય કામગિરી કરતીબાલાસિનોર ટાઉન પોલીસ

આજરોજ બપોરના પોલીસ ઇન્સ્પેકટર એ.એન.નિનામા સાહેબ તથા પોલીસ માણસો સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળેલા તે દરમ્યાન બાલાસિનોર બસ સ્ટેન્ડમાંથી એક નાનુ બાળક આશરે ૩ વર્ષનુ મળી આવેલ હોય જેથી તેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ કરણકુમાર બતાવતો હોય જે આધારે તેના ફોટા સોશીયલ મિડીયાનાં માધ્યમથી તેઓનાં વાલીવારસની શોધખોળ કરતા જાણવા મળેલ કે સદર બાળક પાંચ હાટડીયા હીંગળાજ માતાના મંદિર પાસે બાલાસિનોર મુકામે રહેતા શ્રીનાથભાઇ શ્રીરામનરેશ યાદવ મુળ રહે.ગઢવાલ તા.બહા જી.આગ્રા યુ.પી-૮૦ નાઓનું હોવાનું જણાતા બાળકનાં પિતાનો સંપર્ક કરી અત્રેનાં પો.સ્ટે બોલાવી પુછપરછ કરતા પોતાનું બાળક હોવાનું ઓળખ આપેલ જેથી કરણકુમાર શ્રીનાથભાઇ શ્રીરામનરેશ યાદવ ઉ.વ.૦૩ મુળ રહે.ગઢવાલ તા.બહા જી.આગ્રા યુ.પી-૮૦ હાલ રહે.બાલાસિનોર પાંચ હાટડીયા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓને તેમના વાલીવારસને સોપી પ્રશંસનીય કામગિરી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button