
ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ માં જોડાયા
તાહિર મેમણ : 11/03/2024- ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા ભાજપ માં જોડ્ય ગયા છે.લોકસભાની ચૂંટણી પહેલા, કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા અને ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે,
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ભરતી મેળામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ આજે જોડાશે એવા અહેવાલ છે. આજે મહેશ વસાવા ગાંધીનગરના કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. મહેશ વસાવા સાથે મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. માહિતી મુજબ, મહેશ વસાવા સાથે 800 થી વધુ ભારતીય ટ્રાયબલ પાર્ટી ના કાર્યકરો ભાજપ માં જોડાયા છે.. આમ આદમી પાર્ટી અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં ઘણા કાર્યકર્તા પણ ભાજપ માં જોડાયા.
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે અને મોટુ સંમલેન પણ કરશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય.