DAHODGUJARAT

દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

તા.૧૧.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા યુવા ટીમ જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ દ્વારા દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના બાળકો મુક્તમને ,નિર્ભય થઈને,સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપે છે ઉમદા હેતુથી જુનિયર અને યુથ રેડક્રોસ ના જિલ્લા કન્વીનર કમલેશ લીમ્બાચીયા માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ડિયન સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલ ધાનકાની અધ્યક્ષતામાં ગુલાબનું પુષ્પ તેમજ મિસરી આપી મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભેચ્છા આપવાનો કાર્યક્રમ દાહોદના ધોરણ 10 ના છ સેન્ટરો પર અને ધોરણ 12 સાયન્સના ચાર સેન્ટરો ઉપર રાખવામાં આવ્યો હતો જેમાં સહમંત્રી સાબીરભાઈ શેખ, બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર કારોબારી સભ્ય મુકુન્દરાય કાબરાવાલા,ડો કરિશ્મા લોખંડે તેમજ વિવિધ શાળાના કાઉન્સિલર ધર્મેશભાઈ લાલપુરીયા, મહેશભાઈ પટેલ ,આશિષભાઈ દરજી , આ ઉપરાંત મોટી સંખ્યામાં જુનિયર રેડક્રોસ ના સભ્યો ઉપસ્થિત રહી બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે ભવિષ્યમાં સફળ ડોક્ટર એન્જિનિયર સીએ આઈએએસ આઈપીએસ કે અન્ય વિભાગમાં કારકિર્દી બનાવી દેશની સેવા કરે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button