ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે કોંગ્રેસ ને અલવિદા કહી કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો ભજપ મા જોડાયા
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે કોંગ્રેસ ને અલવિદા કહી કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો ભજપ મા જોડાયા
ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે ઉના તાલુકા મારું રાજપૂત સમાજના ઉપ પ્રમુખ કાંતીભાઇ રાજાભાઈ માળવી જે વર્ષો થી કોંગ્રેસ મા પ્રખર કાર્યકર્તા ની છાપ ધરાવતા અને ધોકડવા ગામ ના તેમજ આજુ બાજુ ના વિસ્તાર ના આગેવાનો ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ સોમનાથ જીલ્લા પંચાયત ના ચેરમેન ડાયાભાઇ જાલોંધરા અને તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભિખાલાલ કિડેચા ની આગેવાની હેઠળ વિધિવત ભાજપમાં જોડાયા
હાલ ચુંટણી નજીક આવી રહી હોઈ ત્યારે તમામ રાજ્કીય પાર્ટી ઓ સક્રિય થઈ ચૂકી છે
ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારો પણ કામે લાગી ગયા છે એવામાં કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ મા જોડાતા ચુંટણી પેલાજ કોંગ્રેસ ને મોટા ઝટકા લાગવાનું ચાલુ થઈ ગ્યુ છે
તેવા મા ગીર ગઢડા ના ધોકડવા જિલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો ઉના ગીર ગઢડા ના ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડ અને આગેવાનો હોદેદારો અને કાર્યકરો ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી મા જોડાયા હતા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો ઉના ગીર ગઢડા ના ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડ. સોમનાથ જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા
ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઇ જાલોંધરા.તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવિણભાઇ સાંખટ. .કે સી રાજપૂત.
તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર. તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા. કાળુ ભાઈ રૂપાલા.જિલ્લા સદસ્ય દકુ ભાઈ દોમડીયા . તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા