
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે આવેલ સર્વ મંગલ ઓટો ટુ વ્હીલર ગાડીનાં શોરૂમ પરથી એક અજાણ્યો 45 થી 50 વર્ષની ઉંમરનો ઈસમ ટ્રાયલ કરવાના બહાને શોરૂમ પરથી એક મોટરસાયકલ લઈ ગયો હતો.અને પછી પરત ફર્યો ન હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આહવાનાં પટેલપાડા ખાતે આવેલ સર્વ મંગલ ઓટો શો-રૂમ પર એક અજાણ્યો ઇસમ (ઉ. વ. આશરે 45 થી 50 ) જે મોટર સાયકલ લેવા માટે આવ્યો હતો.ત્યારે સર્વ મંગલ ઓટો શો રૂમના કર્મચારીએ તે અજાણ્યા ઈસમને મોટરસાયકલ બતાવી હતી.ત્યારે અજાણ્યા ઇસમે મોટરસાયકલ ખરીદવાનો હોય તેવો વિશ્વાસ કર્મચારીને આપ્યો હતો.અને પછી કર્મચારી પાસેથી મોટરસાયકલ ખરીદવા અંગેનો ઈરાદો બતાવી નવી હોન્ડા સાઈન મોટરસાયકલ (નંબર વગરની 100 C.C. ,જેની કિંમત રૂપિયા 78,000/- ) ટ્રાયલ કરવાના બહાને લઈ ગયો હતો.પરંતુ અજાણ્યો ઇસમ મોટરસાયકલ લઈને પરત ફર્યો ન હતો.આ અજાણ્યો ઈસમ મોટર સાયકલ પરત ન આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જણાય આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ બનાવને લઈને આહવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





