DAHODGUJARAT

દાહોદ ના નગરાળા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કિશોર અને કિશોરીઓમાં જાતિગત ભેદભાવ અને ઘરેલુ હિંસા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૦૯.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના નગરાળા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કિશોર અને કિશોરીઓમાં જાતિગત ભેદભાવ અને ઘરેલુ હિંસા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દાહોદ ના ગામ: નગરાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા. ધોરણ 01 થી 08 ના કિશોર અને કિશોરીઓમાં જાતિગત ભેદભાવ અને ઘરેલુ હિંસા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો .જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દાહોદના કર્મચારી .(મહિલા અને બાળ વિકાસ વિભાગ ). જિલ્લા બાળ સુરક્ષા એકમ દાહોદ ના કર્મચારી .અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ ઉપસ્થિત રહીને કિશોર અને કિશોરીઓને જાતિગત ભેદભાવ ઘરેલુ હિંસા થી મહિલાઓની રક્ષણ અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય માર્ગદર્શન સમજ આપી .ગુડ ટચ ,બેડ ટચ (ખરાબ અને સારું સ્પર્શ )વિશેની કિશોર અને કિશોરીઓને સમજ પૂરી પાડેલ .ગુજરાત સરકારની વ્હાલી દિકરી યોજના અને મહિલાલક્ષી યોજનાકિય માર્ગદર્શન આપેલ. કિશોરીઓને 181 અભયમ નંબર ડાયલ કરી .કયા સમયે સેવાનો લાભ લેવો તેની સમજ આપેલ. 181 એપ્લિકેશન ની માહિતી આપી .181 એપ ની સેવા મેળવવા શિક્ષકો જોડે એપ ડાઉનલોડ કરાવી મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ટેકનોલોજી થકી એક અભિનવ હેલ્પલાઇન સેવા વિશે માર્ગદર્શન આપેલ મહિલાઓનું માન સન્માન વધે તેઓ દરેક ક્ષેત્રમાં આગળ રહે અને તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય તે હેતુસર નારીશક્તિ ને સન્માનિત કરવામાં આવી. જેમાં સમગ્ર કાર્યક્રમમાં નગરાળા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા. તેઓ દ્વારા મહિલા દિનની શુભેચ્છા પાઠવવામાં આવી. તેમજ કિશોર અને કિશોરીઓ, બહેનો ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરી દરેક ક્ષેત્રમાં આગળ વધવા ઉદબોધન કરવામાં આવ્યું. અને વિદ્યાર્થી બહેનોને સોશિયલ મીડિયામાં કેવી સાવચેતી રાખવી એ બાબતે સમજ આપવામાં આવી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button