
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપલા આવી કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું
કોંગી કાર્યકરો આગેવાનો સહિત ગ્રામજનો માં યાત્રા ને લઈને ભારે ઉમંગ ઉત્સાહ રાહુલ ગાંધી ને જોવા દુર દુર થી ગ્રામ્ય વિસ્તારના આદીવાસીઓ ઉમટી પડયા
રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતા નાં મંદિર મા રાહુલ ગાંધી એ દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા
જુનેદ ખત્રી : રાજપીપલા
ભારત જોડો ન્યાય યાત્રા લઈને મણીપુર થી મહારાષ્ટ્ર સુઘી નીકળેલ કૉંગ્રેસ ના પુર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજરોજ પોતાના કાફલા સાથે નર્મદા જીલ્લામાં પ્રવેશ્યા હતા.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનો ભવ્ય સ્વાગત કરાયું હતું, ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો સહિત સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપિતોએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગરૂડેશ્વર ચોકડી ખાતે સરદાર સરોવર નર્મદા ડેમના 6 ગામોના અસરગ્રસ્તો સાથે રાહુલ ગાંધીએ વાર્તાલાપ કર્યો હતો જેમાં અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે પોતાની માલિકીની જમીન સરકારે પોતાના હસ્તક કરી લીધી અને પોતે વિસ્થાપિત થયા, અને તેઓ ન્યાય માટે દાયકાઓથી સરકાર સામે લડત ચલાવતા હોવા છતાં તેઓને ન્યાય ન મળતો હોવાનું આક્રોશ રાહુલ ગાંધી સમક્ષ વ્યકત કર્યો હતો. તેઓને રાહુલ ગાંધીએ સાંત્વના આપી હતી. ગરૂઢેશ્વર તાલુકાના એક પૂર્વ સૈનિકે પણ રાહુલ ગાંધી સમક્ષ પોતાની હૈયા વેદના ઠાલવી હતી અને હાલમાં કેન્દ્ર સરકારે લશ્કરમાં ભરતી થવા માટે અમલી બનાવેલ અગ્નિવીર યોજના દેશના યુવાનો માટે અન્યાય રૂપ હોવાનો પૂર્વ સૈનિકે જણાવ્યું હતું, અને પુર્વ સૈનિકો ની તેમના પ્રશ્નનો યોગ્ય માંગણીઓ માટે ભાજપા સરકાર અનદેખી કરતી હોવાનુ સૈનિકે રાહુલ ગાંધી ને જણાવ્યુ હતું.

રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા ખાતે પ્રવેશતા રાજપીપળા ખાતેથી ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફ ના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઈ હતી. રાહુલ ગાંધી એ રાજપીપળાના પ્રસિદ્ધ હરસિધ્ધિજી માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીને સ્વાગત કરવા હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. એક વૃદ્ધ આદિવાસી મહિલા 10 રૂપિયાના ફૂલો લઈને રાહુલ ગાંધીને પુષ્પો અર્પણ કરવા માટે આવી હતી પરંતુ રાહુલ ગાંધી ની સાથે મુલાકાત ન થતા આદિવાસી મહિલા રડમસ થઈ હતી અને પોતે ગામડામાંથી ખાસ રાહુલ ગાંધીને મળવા માટે આવી હોવાનો આદિવાસી મહિલાએ જણાવ્યું હતું રાજપીપળામાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધી લોકોને મળ્યા હતા ઉપરાંત વેપારી એસોસિએશન દ્વારા બંધ થયેલ રેલવે, એરપોર્ટની માંગણી સાથે આવેદન પત્ર આપી રાજપીપળાના વિકાસ માટે લોકસભામાં અવાજ ઉઠાવવા રજુઆત કરી હતી
રાજપીપળામાં પદયાત્રા નહિ થતા કાર્યકર્તાઓ નિરાશ થયા…
રાજપીપલા શહેરમાં યાત્રા દરમિયાન પદયાત્રા નું આયોજન હોવાની વાત વહેતી થઈ હતી ઉપરાંત આંબેડકર ચોક ખાતે સંબોધન હતું પરંતુ રાહુલ ગાંધી ગાડીમાંથી નીચે નહિ ઉતર્યા ત્યારે કાર્યકર્તાઓમાં નિરાશા સાંપડી હતી યાત્રા દરમિયાન મેરેથોન ની જેમ કાર્યકર્તાઓ , સુરક્ષા કર્મીઓ તેમજ ઉપસ્થિત તમામ પત્રકારોએ દોડ લગાવી પડી હતી
*** કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલ કાયદાઓ ભાજપ દ્વારા ખતમ કરવાની સાજિશ : જયરામ રમેશ
બોક્ષ : રાજપીપળામાં રાહુલ ગાંધીએ ૪૦૦ વર્ષ પૌરાણિક હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યાં
રાજપીપલા શહેર માં આવેલ ૪૨૩ વર્ષ પુરાણું માં હરસિધ્ધિનું મંદિર આવેલું છે ત્યાં રાહુલ ગાંધીએ માં હરસિધ્ધિના દર્શન કર્યા જોકે આ મંદિર વિસે વિશેશ ઈતિહાસની વાત કરીએ તો માં હરસિધ્ધિ ના મંદિર નો ઇતિહાસ રહ્યો છે કોઈ પણ નેતા આવે છે જેની સત્તા જાય છે જોકે પહેલી વાર ૨૦૦૯ માં પ્રથમવાર નરેન્દ્ર મોદીએ માં હારસિધ્ધિ ના દર્શન કરી મેણું ભાગ્યું હતું અને મોદી મુખયમંત્રી પણ બન્યા હતા, ત્યાર બાદ કોઈ મોટા નેતા બીજી વાર આવ્યા હોય તો રાહુલ ગાંધી આવ્યા હતા અને દર્શન કર્યા ત્યારે જોઈ એ હવે આ કોંગ્રેસના નેતા ને માં હરસિધ્ધિ ફળે કે કેમ અને આ યાત્રા નર્મદા જિલ્લા માંથી બપોરે બે વાગ્યા બાદ નેત્રંગ જવા રવાના થઈ હતી










