નવસારી જિલ્લાના ત્રણ સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ આયુષની સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે હેતુથી વાંસદા તાલુકામાં ભીનાર તથા વાંસદા ગામમાં અને ખેરગામ તાલુકામાં પાટી ગામે સરકારી આયુર્વેદ દવાખાના નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું .
સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ નયનાબેન પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી સરકારી આયુર્વેદ વિશે લોકોને જાણકારી આપી હતી .
પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ ની સારવાર છેવાડાના માનવી સુધી પહોંચે અને વધારેમાં વધારે લોકો સરકારી આયુર્વેદ દવાખાનાનો લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી .
ખેરગામ તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના પાટીનું લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આયુર્વેદિક ચિકિત્સાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તેમ જ ખેરગામ ની જનતા આયુર્વેદિક દવાખાના નો મહત્તમ લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો તથા વાંસદા અને ખેરગામ તાલુકાના પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.





