GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન

બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન


અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું છે ત્યારે બગથળા આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓ એ બાલ સ્વરૂપ રામ,લક્ષમણ,જાનકી ના વેશ પરિધાન કરી રામમય વાતાવરણ બનાવી દીધું હતું.આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં.


આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડી નંબર ૯૯ અને ૧૦૦ ના પરમાર મનીષાબેન (AWW),ઠોરિયા ભાવિકાબેન (AHW),ચાવડા દયાબેન(AHW) એ જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે પાયલબેન ડાંગર (MS) ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button