સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ચોરાઉ બાઈક સાથે ઈસમને દબોચી લીધો.
મોટરસાયકલ નંગ 4 કિ.રૂ.1,15,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોટરસાયકલ નંગ 4 કિ.રૂ.1,15,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનના પીએસઆઇ એસ પી ઝાલા તેમજ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. હરપાલસિંહ સુરુભા તથા બળદેવસિંહ પરબતસિંહ નાઓને સયુકત રીતે ખાનગી બાતમી મળતાં કે બીપીનભાઇ લક્ષ્મણભાઈ પરમાર ગામ વાઘેલા તા.વઢવાણવાળો ચોરી કે છળકપટથી મેળવેલ એક કાળા કલરનુ પોલીસ પટ્ટાવાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર વગરનું લઇ રાજપર ગામથી પોતાના ગામ તરફ જનાર છે અને વઢવાણ તરફ જનાર છે તે આધારે વઢવાણ, રાજપર રોડ તરફ વોચમા પીએસઆઇ એસ પી ઝાલા, એએસઆઈ એન ડી ચુડાસમા, દીલીપભાઇ, અજીતસિંહ સોલંકી, હરપાલસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી વર્ણન વાળો ઇસમ મો.સા. સાથે નીકળતા કોર્ડન કરી પકડી પાડી પુછપરછ કરતા એક મહીના પહેલા લીંબડી, બસ સ્ટેન્ડથી કાળા કલરનુ પોલીસ પટ્ટાવાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નંબર વગરનું ચોરી કરેલ હોવાની કબુલાત આપી ત્યાર પછી મજકુરની ઉંડાણપુર્વક પુછપરછ કરતા આ સિવાય બીજા ત્રણ મો.સા. જેમાં સુરેન્દ્રનગર, કુંભારપરાના નાકા પાસે તથા વઢવાણ, રેલ્વે સ્ટેશન તથા જોરાવરનગર રેલ્વે સ્ટેશન ખાતેથી મો.સા. ચોરી પોતે તેમજ તેના મિત્ર જયદીપભાઇ પ્રવિણભાઇ ચાવડા રહે લાલીયાદ ચુડાવાળા ઓએ કરેલ હોવાની કબુલાત કરતા ચોરી કે છળકપટથી મેળવેલ મો.સા. નંગ-૪ કી.રૂ. ૧,૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ મજકુર આરોપીને અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





