
રાજુલા શહેરમાં સીઆર પટેલની હાજરીમાં કોંગ્રેસના હજારો કાર્યકર ભાજપમાં જોડાયા
તાજેતરમાં જ રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે ભાજપના કમલમ ખાતે ભાજપ માં વિધિવત રીતે પ્રવેશ કરતા તેમણે પોતાના તમામ ટેકેદારો ભાજપમાં આવી શકે તેવી લાગણી અને માગણી હોય જે અનુસંધાને રાજુલા શહેર માં વિજય ચોક ખાતે સી.આર પાટીલની હાજરી માં વિવિધ મહાનુભાવો ની હાજરીમાં રાજુલા શહેરમાં આ કાર્યક્રમ યોજાયો
આજના કાર્યક્રમમાં રાજુલા શહેરમાં વિજય ચોક ખાતે આ કાર્યક્રમ યોજાયો જેમાં તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને ત્યારબાદ તમામ મહાનુભવોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરેલું
અમરીશ ડેરે પોતાના વક્તવ્યમાં જણાવેલું કે મારા પર પાટીલ સાહેબનો પ્રેમ છે એટલે જ આજે આ બન્યું છે સાથે સાથે રાજુલા શહેરના કર્મનિષ્ઠ અને લોક લાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું આ મંચ પર હું સ્વાગત કરું છું તેવું અમરીશ ડેર જણાવેલું અંતમાં જણાવેલ કે પાર્ટી જે કંઈ કામ આવશે તે કામ હું કરીશ
આજના આ કાર્યક્રમ સમય સવારના 10:00 કલાકે રાખવામાં આવેલો પરંતુ સી આર પાટીલ તેમજ અન્ય મહાનુભાવો બપોર ના 12.00 કલાક આસપાસ આવેલ અને આ કાર્યક્રમ બપોર ના. 1.30 કલાકે પૂર્ણ થયેલ.અંબરીશ ડેર જણાવેલ કે આજનો આ સત્કાર સમારંભ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં જ રાખવાનો હતો પરંતુ મારી અત્યાર સુધીની તમામ સંમેલન તેમજ મીટીંગ આ વિજય ચોક માંથી શરૂ થયેલ અને આજે તમામ ટેકેદારો ની લાગણી આ વિજય ચોક માં જ કરવી તેથી આજનો આ કાર્યક્રમ વિજય ચોક માં કરવામાં આવેલ છે

આજના આ કાર્યક્રમ માં સી.આર.પાટીલ ની ઉપસ્થિતિ માં અમરીશ ડેર ખીલી ઉઠ્યા હતા આજના આ કાર્યકમ પ્રથમવાર આ સ્ટેજ પર હીરાભાઈ સોલંકી અને અંબરીશ ડેર ઉપસ્થિત હોય ત્યારે હજારો માનવ મેદની માં અનેરી ખુશી જોવા મળેલી સાથે સાથે માયાભાઈ આહિરે પણ થોડી લોકો રમુજી વાતો કરી ને તમામ ને હળવાફૂલ કરેલ આજના આ કાર્યકમ અંદાજિત ચાર હજાર લોકો એ કેસરિયો ખેસ ધારણ કર્યો અને હજુ લગ્ન ગાળો ચાલતો હોય તેથી અમુક ટેકેદારો આવી શક્યા નથી તેવું જાણવા મળેલ

પાટીલે પોતાના વક્તવ્યમાં જણાવેલું કે ખરેખર અમરીશ ડેરની લોક ચાહના આજે જોતા જ હું ખુશી અનુભવું છું કે આટલા ધોમ ધખતા તાપની અંદર સતત ચાર કલાક સુધી બેસવું એ કોઈ નાની વાત નથી ત્યારે આ અમરીશ ડેર ની લોકચાહના બતાવે છે માટે તમામ ને ખૂબ ખૂબ અભિનંદન અને આ જગ્યા પર અમરીશ ડેર તેમજ રાજુલા ના લોકો નું બગીચા નું સ્વપ્નું છે તે પૂરું થશે …સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો
આજના આ વિશેષ કાર્યકમ માં સી.આર.પાટીલ સાથે કૌશિકભાઈ વેકરીયા (નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા)
હીરાભાઈ સોલંકી (ધારાસભ્ય રાજુલા) શ્રી રઘુભાઈ હુંબલ (મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ) ભરતભાઇ ડાંગર (પુર્વ મેયર વડોદરા ભાજપ) રાજેશભાઈ કાબરિયા (પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપ)
નલીનભાઇ કોટડીયા (પુર્વ ધારાસભ્ય ધારી)માયાભાઈ આહિર (લોક સાહિત્યકાર અને અગ્રણી આહિર સમાજ મહુવા) પ્રભાતભાઈ કોઠીવાળ (કાર્યકારી અધ્યક્ષ ઓ.બી.સી ગુજરાત પ્રદેશ) સહિત ના મહાનુભાવો એ હાજરી આપેલ
કાર્યક્રમ ના અંત માં સી.આર.પાટીલ મીડિયા મિત્રો થી દૂર રહેલ મીડિયા મિત્રો દ્વારા આ બાબતે વાત કરવા માંગતા હોય ત્યારે સી.આર.પાટીલ દ્વારા આ બાબતે કોઈપણ જાતનો પ્રતિસાદ પાઠવ્યા વગર પાટીલ જતા રહેલા …









