GUJARAT

દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે પરીક્ષા પર્વની ઉજવણી

દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે પરીક્ષા પર્વની ઉજવણી

તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/03/2024-દેડિયાપાડા તાલુકની આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણ પટેલના અધ્યક્ષપદે ધો. ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન આપવા માટે પરીક્ષા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ડો.પટેલે બાળકોને પરીક્ષા સંદર્ભે સરળ વિષયોને પ્રાધાન્ય આપવા સમજણ પુરી પાડતા જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા પણ સામાન્ય જ પરીક્ષા છે, માત્ર એમાં જરૂરી માહિતી ભરવાની રહે છે. આ પડાવ ખુબ મહત્વપૂર્ણ છે. સમય મેનેજમેન્ટ થકી બાકી દિવસોમાં પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. શ્રીમતી પટેલે કહ્યું, જો આ સમયે મેહનત કરશો તો ભાવિ કારકિર્દીમાં મુશ્કેલી પડશે નથી. આજે દરેક ક્ષેત્રે આગળ વધી શકાય છે.

દેડિયાપાડાની સાત શાળાના બાળકો પરીક્ષા પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરવહીમાં બાળકો કોઈ પણ પ્રકારે ભૂલ ન કરે તે માટે શિક્ષકો દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી બાળકોને જવાબવહીમાં નોંધવાની વિગતો, ક્રમ, બેઠક ક્રમાંક, નિરીક્ષકની સહી તપાસણી સહિત જવાબની ભાષા, તારીખને શાંતિથી ભરવા સમજ પુરી પાડી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button