અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં હજુ પણ કેટલીક આંગણવાડીઓ નવા મકાન થી વંચિત,બાળકો ભાડાના મકાનમાં બેસી ભણવા મજબુર
નવી શિક્ષણ નીતિ અમલ તો કરવામાં આવી શિક્ષણ ને સુધારવા માટે પણ જ્યાં શિક્ષણ મેળવવાં માટે આજે પણ કેટલી જગ્યા એ વર્ગ ખન્ડો ની ઉણપ છે અને ભાડાના મકાનમાં બેસી વિધાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે જેની અંદર વાત કરવા માં આવે તો પાયાનું શિક્ષણ મેળવવા માટે નાના બાળકો ને આંગણવાડી માં મુકવામાં આવે છે જે માટે સરકાર દ્વારા કેટલીક જગ્યાએ અતિ આધુનિક આંગણવાડી નું નિર્માણ કરવામાં આવી અને ઠેળ ઠેળ આંગણવાડીઓ નવી બની ગઈ પરંતુ આજે પણ કેટલીક જગ્યાએ નાના બાળકો નવીન આંગણવાડી ની રાહ જોઈ રહ્યા છે
વાત કરવામા આવે તો અરવલ્લી જિલ્લા માં આજે પણ કેટલાક તાલુકામાં નવીન આંગણવાડીઓ બની નથી જેમાં મેઘરજ તાલુકાની વાત કરવામાં આવે તો હાલ પણ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવીન આંગણવાડીઓ બની નથી અને બાળકો કેટલીક જગ્યાએ ભાડાના મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે છેલ્લા કેટલાય સમય થી મેઘરજ તાલુકામાં નવીન આંગણવાડીઓ બની નથી તો કેટલીક જગ્યાએ જૂની આંગણવાડીઓ પાડી દેવામાં આવી છે પરંતુ કેમ નવી આંગણવાડીઓ બનતી નથી એ પ્રશ્ન છે આ બાબતે મેઘરજ તાલુકાના આંગણવાડી ના ઘટક 1 અને ઘટક 2 ના CDPO ને ટેલિફોનિક વાત કરવાનો સંપર્ક કર્યો હતો પણ ફોન ઉપાડવાનો ટાર્યો હતો ત્યારે કહી શકાય કે પાયાના શિક્ષણ માટે આજે પણ બાળકો ભાડાના મકાન માં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું એ કે શું હજુ પણ નવીન આંગણવાડી બનશે કે નહિ કે પછી અધિકારીઓ ની આરસને કારણે નવીન આંગણવાડીઓ નથી બની રહી..? ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ થી યોગ્ય તપાસ થાય અને કેમ નવી આંગણવાડીઓ બનતી નથી તે જણવું જરૂરી છે









